પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર-કાનાલુસની લોકલ ટ્રેન આંશિક રીતે રદ થઇ છે.ડબલીંગ કામને લીધે રેલ્વેતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.પશ્ચિમ રેલ્વેના રાજકોટમંડળમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેકશનમાં ચાલી રહલા ડબલીંગ કામને કારણે 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2025 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ વિગતવાર માહિતી આ પ્રમાણે છે. આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનોમાં પોરબંદર-કાનાલુસ લોકલ તા. 23-8-2025થી 15-9-2025 સુધી ગોપાજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલેકે આ ટ્રેન પોરબંદરમાંથી ચાલીને ગોપજામ સુધી જશે અને ગોપાજમ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. કાનાલુસ-પોરબંદર લોકલ તા. 23-8-2025થી 15-9-2025 સુધી કાનાલુસ -ગોપજામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલેકે આ ટ્રેન કાનાલુસની જગ્યાએ ગોપજામ સ્ટેશનથી ચાલશે અને ગોપજામથી ચાલીને પોરબંદર સુધી જશે.રેલયાત્રીને અપીલ છે કે, તેઓ ઉપરોકત ફેરફકારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની શરૂઆત કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટસ માટે વેબસાઇટ પર મુલકાત લે જેથી કોઇ પ્રકારની અસુવિધા ન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya