જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના સુપ્રસિદ્ધ દગડુ શેઠ ગણપતિ મહોત્સવ ૨૯મા વર્ષમાં પ્રવેશ કરલ છે. આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે. આ વર્ષે ગણેશ સ્થાપના તા. ૨૭-૮-૨૫ થી તા. ૦૬-૦૯-૨૫ સુધી કરવામાં આવશે. આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે પ્રદુષણ રહિત બનાવવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે તેલનું પ્રમાણ આશરે ૧૦% થી વધુ ખાવાના વપરાશમાં ઘટાડો કરવા માટેની જે અપીલ કરવામાં આવેલ છે તે માટે સામાજિક રીતે લોક જાગૃતિ માટે એક સંદેશ આપવા માટે આ વખતના ગણપતિ મહોત્સવ માં વિશિષ્ટ પ્રકારની તેલીબિયાના વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિ તેલીબિયા (સોયાબીન-૧કિલો, મકાઈ-૨ કિલો, સરસવ-૪ કિલો, તલ-૪ કિલો, એરંડા-૩ કિલો, કપાસ-૦.૧૫૦ કિલો, સીંગદાણા-૦.૫૦૦ કિલો, રાયડો-૩ કિલો, સૂરજમુખી-૦.૫૦૦ કિલો, નાળિયેર-૦.૨૫૦ કિલો), કંતાન, સફેદ કાપડ, પૂંઠા, વાંસ, સુતરી અને દોરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
આ ગણપતિ મહોત્સવનું આયોજન એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જે સતત આઠ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. આ એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
એઈટ વન્ડર્સ ગ્રુપના કેવલસિંહ રાણા, દિલીપભાઈ વોરલીયા, નિલેષસિંહ પરમાર, વિજયસિંહ જાડેજા, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, હરીભાઈ, ગોપાલ ભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલભાઈ પીઠડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt