પાટણ જીલ્લાના 250 હોમગાર્ડઝ સભ્યો આજ રોજ સુરત ખાતે ગણપતિ વિસર્જન સેવા માટે રવાના થયા.
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના આદેશ અનુસાર તમામ યુનિટના ઈન્ચાર્જની આગેવાની હેઠળ પાટણ જિલ્લા હોમગાર્ડ દળ સુરત ખાતે યોજાઈ રહેલ ગણપતિ મહોત્સવમાં સુરક્ષા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાટણ જીલ્લ
પાટણ જીલ્લાના 250 હોમગાર્ડઝ સભ્યો આજ રોજ સુરત ખાતે ગણપતિ વિસર્જન સેવા માટે રવાના થયા.


પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના આદેશ અનુસાર તમામ યુનિટના ઈન્ચાર્જની આગેવાની હેઠળ પાટણ જિલ્લા હોમગાર્ડ દળ સુરત ખાતે યોજાઈ રહેલ ગણપતિ મહોત્સવમાં સુરક્ષા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પાટણ જીલ્લાના હોમગાર્ડઝ યુનિટ ઈન્ચાર્જઓએ આગેવાની સંભાળી હતી, જેમાં સિદ્ધપુર યુનિટના ઈન્ચાર્જ ફુલચંદ શ્રીમાળી, બાકીર પટેલ, બાલીસણા યુનિટના ઈન્ચાર્જ નરેશભાઈ પરમાર, તેમજ પાટણ જીલ્લાના અન્ય તમામ યુનિટના ઈન્ચાર્જઓ મળી કુલ 250 હોમગાર્ડઝ સભ્યોને સુરત ખાતે જવા માટે રવાના કરવામાં આવ્યા છે.

આ હોમગાર્ડ સેવા દળ સુરત ખાતે ચાલી રહેલા ગણપતિ વિસર્જન ઉત્સવ દરમ્યાન કાયદો અને શાંતિ જાળવવા, તેમજ જાહેર જનતાને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તહેનાત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande