કાંસા ગામના નિત્ય પટેલે ખેલકૂદ ક્ષેત્રે નોંધાવી ઉજ્જવળ સિદ્ધિ”
મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)બાવીસી સમાજના કાંસા ગામનો 16 વર્ષીય યુવા ખેલાડી નિત્ય સંજયકુમાર પટેલએ તાજેતરમાં ખેલકૂદ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરીને પોતાનું ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે. લોર્ડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ, વિસનગરમાં અભ્યાસ કરતા નિત્ય છેલ્લા 3 વ
કાંસા ગામના નિત્ય પટેલે ખેલકૂદ ક્ષેત્રે નોંધાવી ઉજ્જવળ સિદ્ધિ”


કાંસા ગામના નિત્ય પટેલે ખેલકૂદ ક્ષેત્રે નોંધાવી ઉજ્જવળ સિદ્ધિ”


મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)બાવીસી સમાજના કાંસા ગામનો 16 વર્ષીય યુવા ખેલાડી નિત્ય સંજયકુમાર પટેલએ તાજેતરમાં ખેલકૂદ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરીને પોતાનું ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

લોર્ડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ, વિસનગરમાં અભ્યાસ કરતા નિત્ય છેલ્લા 3 વર્ષથી સતત ખેલ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે. તેમના સમર્પણ અને મહેનતનું ફળરૂપે, તાલુકા સ્તરે યોજાયેલી ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં તેમણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ પોતાની રમતિયાળ પ્રતિભાથી તેઓએ વોલીબોલ સ્પર્ધા માટે જિલ્લા સ્તરે સિલેક્શન મેળવીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે.

નિત્ય પટેલના પિતા પટેલ સંજય કાંતિલાલ અને માતા પટેલ રીટાબેન સંજયકુમાર તેમના દીકરાની આ સિદ્ધિથી ગૌરવ અનુભવી રહ્યા છે. આ સફળતા તેમના પરિવારની સાથે સાથે સમગ્ર કાંસા ગામ અને બાવીસી સમાજ માટે ગૌરવનો વિષય બની છે.

સમાજના આગેવાનો તથા ગામજનો દ્વારા નિત્ય પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ભાવિમાં વધુ મોટી સફળતા હાંસલ કરીને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારવા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande