મહેસાણા જિલ્લામાં ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટ્સ-ડેનું આયોજન
મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત તાજેતરમાં ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટ્સ-ડે 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે 29 ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમ
મહેસાણા જિલ્લામાં ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટ્સ-ડેનું આયોજન


મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત તાજેતરમાં ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટ્સ-ડે 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે 29 ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. જેના અનુસંધાનમાં મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રિ-દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

ત્રણ દિવસીય આયોજન અંતર્ગત જિલ્લામાં પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સ્તર સુધી વિવિધ રમતો, ફિટનેશ ટોક્સ, સ્પોર્ટ્સ ડિબેટ, ચિત્ર સ્પર્ધા તથા પરંપરાગત રમતો જેવા કે સાતોલીયુ, દોરડા કૂદ, સંગીત ખુરશી, લાઠી અને મલખમ સહિતની સ્પર્ધાઓ યોજાશે. સાથે સાથે કબડ્ડી, ખો-ખો, હોકી, ફૂટબોલ, એથ્લેટિક્સ, બેડમિન્ટન જેવી રમતોની જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ઓગસ્ટે જિલ્લાકક્ષા સાયકલ રેલીનું આયોજન પણ કરવામાં આવશે જેમાં મહેસાણા જિલ્લા સાયકલ એસોસિએશન, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ-ગાઇડ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સક્રિય ભાગ લેશે. આ ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટ્સ-ડે મહેસાણા જિલ્લામાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ લાવવા અને યુવાનોમાં ફિટનેસ અંગે પ્રેરણા પૂરી પાડવા માટે એક અગત્યનું પગલું સાબિત

થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande