નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી
મંગળવારે બેંક લોન છેતરપિંડી કેસમાં અહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, 17,000 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસમાં ચાલી
રહેલી તપાસના ભાગ રૂપે ઇડીઅનિલ અંબાણીની
પૂછપરછ કરી રહી છે. ઇડી એ તેમને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા, ત્યારબાદ તેઓ આજે
સવારે 11 વાગ્યે નવી
દિલ્હી સ્થિત ઇડી ઓફિસ પહોંચ્યા
હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઇડી, 66 વર્ષીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની
લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ નોંધશે.” ઇડી દ્વારા મુંબઈમાં 25 લોકો અને 50 કંપનીઓના 35 સ્થળોએ દરોડા
પાડવામાં આવ્યા બાદ, 24 જુલાઈના રોજ
તેમને સમન્સ જારી કરવામાં આવ્યા હતા. જેમાં તેમના
વ્યવસાયિક જૂથના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઇડીની કાર્યવાહી અનિલ અંબાણીની ઘણી
કંપનીઓ, જેમાં રિલાયન્સ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા)નો સમાવેશ થાય છે, દ્વારા 17,000 કરોડ રૂપિયાથી વધુની સામૂહિક લોન રકમમાં
નાણાકીય અનિયમિતતાઓ અને હેરાફેરી સાથે સંબંધિત છે.
આમાં પહેલો આરોપ 2017 અને 2019 વચ્ચે અનિલ અંબાણી જૂથની કંપનીઓને યસ બેંક દ્વારા આપવામાં
આવેલી લગભગ 3,000 કરોડ રૂપિયાની 'ગેરકાયદેસર' લોનના દુરુપયોગ
સાથે સંબંધિત છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ