કૈલાશ માનસરોવર યાત્રા ટીમને, બુંદી અથવા ગુંજી સુરક્ષિત
રીતે મોકલવાના પ્રયાસો: કમિશનર
હલ્દવાની, નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.)
છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદને કારણે, કુમાઉં વિભાગમાં જનજીવન ખોરવાઈ ગયું
છે. ભારે વરસાદને કારણે કૈલાશ માનસરોવર યાત્રા, બંધ કરવામાં આવી છે. દરમિયાન, હવામાન વિભાગે
ફરીથી આગામી 24 કલાકમાં,
કુમાઉંના છ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
કુમાઉં વિભાગના કમિશનર દીપક રાવતે બુધવારે જણાવ્યું હતું કે,”
પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કૈલાશ માનસરોવર યાત્રા બંધ કરવામાં આવી છે.
યાત્રાની ચોથી ટીમ સુરક્ષિત રીતે ધારચુલા પહોંચી ગઈ છે, પરંતુ ધારચુલા
અને લિપુલેખ વચ્ચે સતત ભૂસ્ખલનને કારણે, સુરક્ષા કારણોસર યાત્રા ત્યાં રોકી દેવામાં આવી છે.”
તેમણે કહ્યું કે,” વહીવટીતંત્ર, ટૂંક સમયમાં યાત્રા ટીમને
બુંદી અથવા ગુંજી સુરક્ષિત રીતે મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
વરસાદની સૌથી વધુ અસર રસ્તાઓ પર પડી છે.જેને કુમાઉંની
જીવનરેખા માનવામાં આવે છે. કુમાઉ કમિશનરે જણાવ્યું હતું કે,” સમગ્ર વિભાગમાં 71 રસ્તા બંધ છે, તેમને ખોલવાનું
કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. નૈનિતાલ જિલ્લામાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો
પણ બંધ છે.જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. મેદાની
વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ ગંભીર બની રહી છે. બાજપુરમાં પાણી ભરાઈ
જવાને કારણે, જનજીવન પ્રભાવિત થયું છે અને ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા
છે.”
આ દરમિયાન, પિથોરાગઢ જિલ્લાના ક્કીટી ગામમાં, ભારે વરસાદને કારણે 8 ઘરોને નુકસાન
થયું હોવાના અહેવાલ છે.જોકે રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. કુમાઉ વિભાગના
તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને, એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર
રાખવામાં આવી રહી છે. એનએચ,
જાહેર બાંધકામ
વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતત સ્થળ પર કામ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપમ ગુપ્તા / વિનોદ પોખરિયાલ /
સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ