ગૌતમ અદાણી એ, અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું
નવી દિલ્હી 05 ઓગસ્ટ (હિ.સ.) દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ, 5 ઓગસ્ટથી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ)ના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે, તેમણે કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પદ પરથ
અદાણી


નવી દિલ્હી 05 ઓગસ્ટ (હિ.સ.) દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ, 5 ઓગસ્ટથી અદાણી

પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ)ના એક્ઝિક્યુટિવ

ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે, તેમણે કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પદ પરથી પણ રાજીનામું આપી

દીધું છે.

અદાણી પોર્ટ્સે મંગળવારે શેરબજારને માહિતી આપી હતી કે,”

બોર્ડે 5 ઓગસ્ટથી ગૌતમ

એસ. અદાણીને, એક્ઝિક્યુટિવ ચેરમેનથી નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત

કરવાની મંજૂરી આપી છે. પરિણામે, તેઓ હવે કંપનીના મુખ્ય મેનેજરિયલ કર્મચારી રહેશે નહીં.”

કંપનીએ જણાવ્યું હતું કે,” મનીષ કેજરીવાલને ત્રણ વર્ષના પ્રારંભિક કાર્યકાળ માટે,

વધારાના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેજરીવાલ એક

ખાનગી ઇક્વિટી ફર્મના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર છે.”

અદાણી પોર્ટ્સનો પ્રથમ ક્વાર્ટરનો નફો રૂ. 3,310.60 કરોડ-

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) એ ચાલુ નાણાકીય

વર્ષ 2025-26 ના પ્રથમ

ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ

ચોખ્ખો નફો 6.54 ટકા વધીને રૂ. 3,310.60 કરોડ થયો.

કંપનીનો ચોખ્ખો નફો પાછલા નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) માં રૂ. 3,107.23 કરોડનો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande