- કેન્દ્રએ પહલ અને આધાર
પ્રમાણીકરણ દ્વારા, એલપીજી સબસિડી ટ્રાન્સફરને મજબૂત બનાવ્યું: હરદીપ સિંહ પુરી
નવી દિલ્હી 05 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર સરકાર ઘરેલુ એલપીજી ગ્રાહકો માટે, એલપીજી
વિતરણ અને સબસિડી ટ્રાન્સફરને કાર્યક્ષમ, પારદર્શક અને સમાવિષ્ટ બનાવવા માટે સતત પગલાં લઈ રહી છે. એલપીજીના
દુરુપયોગને રોકવા માટે દેશભરમાં 4 કરોડથી વધુ નકલી કનેક્શન નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ
પુરીએ મંગળવારે રાજ્યસભામાં એક તારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી.
તેમણે માહિતી આપી કે,” દેશભરના તમામ એલપીજી વિતરકોમાં આઈવીઆરએસ/એસએમએસ રિફિલ બુકિંગ
સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, ગ્રાહકોને રિફિલ બુકિંગ, કેશ મેમો જનરેટ અને રિફિલ ડિલિવરી જેવા મુખ્ય તબક્કાઓ પર એસએમસેસ
દ્વારા સૂચનાઓ પ્રાપ્ત થાય છે, જેથી તેઓ તેમના વ્યવહારોને ટ્રેક કરી શકે અને ખોટી અથવા
બિન-પ્રાપ્તિની સ્થિતિમાં જાણ કરી શકે.”
કેન્દ્રીય મંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે,” ડાયરેક્ટ બેનિફિટ
ટ્રાન્સફર (ડીબીટીએલ) યોજના, આધાર-આધારિત
ચકાસણી, બાયોમેટ્રિક
પ્રમાણીકરણ અને અયોગ્ય અથવા ડુપ્લિકેટ જોડાણો દૂર કરવા જેવી પહેલોના અમલીકરણ
દ્વારા લક્ષિત સબસિડી ટ્રાન્સફર સિસ્ટમ નોંધપાત્ર રીતે મજબૂત બની છે.” તેમણે વધુમાં
જણાવ્યું હતું કે, ”ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમજી) એ ડિલિવરી પ્રમાણીકરણ કોડ (ડીએસી) રજૂ કર્યો છે, જે કેશ મેમો
જનરેટ કરતી વખતે એસએમએસ દ્વારા ગ્રાહકને મોકલવામાં આવે છે. ગેસ ડિલિવરી સમયે
ડિલિવરી કર્મચારીઓ સાથે આ શેર કરવું જરૂરી છે, જેનાથી પ્રમાણીકરણ સુનિશ્ચિત થાય છે.”
પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે,” 1 જુલાઈ સુધીમાં, હાલના પીએમજેવાય લાભાર્થીઓમાંથી 67 ટકાનું
બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે વધુમાં, બધા નવા પીએમજેવાય ગ્રાહકોએ જોડાણ
જારી કરતા પહેલા બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવું પડશે.” પુરીએ માહિતી આપી હતી કે,”
ડુપ્લિકેશન દૂર કરવાની પ્રક્રિયાના પરિણામે, 8.49 લાખ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમજેવાય) જોડાણો સમાપ્ત
કરવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,”જાન્યુઆરી 2025 માં પીએમજેવાય ગ્રાહકોને દૂર
કરવા માટે એક માનક સંચાલન પ્રક્રિયા જારી કરવામાં આવી હતી, જેમણે કનેક્શન ઇન્સ્ટોલ
કર્યા પછી કોઈ રિફિલ લીધું ન હતું. આ એસઓપી હેઠળ લગભગ 12,000 નિષ્ક્રિય પીએમજેવાય કનેક્શન રદ
કરવામાં આવ્યા છે.” પુરીએ વધુમાં જણાવ્યું હતું કે,” નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, ગ્રાહકોને લગભગ 194 કરોડ એલપીજી રિફિલનું વિતરણ
કરવામાં આવ્યું હતું. આમાંથી, ફક્ત 0.08 ટકા ફરિયાદો મળી હતી, જે મોટાભાગે સબસિડી ટ્રાન્સફર અથવા વિતરણમાં વિલંબ સંબંધિત
હતી.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ