રોહતક, નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.) સાધ્વી જાતીય શોષણ કેસમાં સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ડેરા વડા રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા છે. મંગળવારે સવારે રામ રહીમ કડક સુરક્ષા વચ્ચે જિલ્લા જેલમાંથી બહાર આવ્યા.
મંગળવારે સવારે 7 વાગ્યાની આસપાસ ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ, 40 દિવસના પેરોલ પર સુનારિયા જિલ્લા જેલમાંથી બહાર આવ્યા. આ દરમિયાન જેલ પરિસરમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ વર્ષે 9 એપ્રિલે રામ રહીમ 21 દિવસના પેરોલ પર બહાર આવ્યા હતા અને તેઓ 14મી વખત જેલમાંથી બહાર આવ્યા છે. જેલ અધિક્ષક સત્યવાન કહે છે કે, રામ રહીમને જેલના નિયમો મુજબ પેરોલ આપવામાં આવ્યો હતો.
સાધ્વીઓ પર બળાત્કાર અને હત્યાના કેસમાં રામ રહીમ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. આ વખતે ડેરા વડા પોતાનો જન્મદિવસ ઉજવવા માટે બહાર આવ્યા છે. રામ રહીમનો 58મો જન્મદિવસ 15 ઓગસ્ટે છે. પેરોલના નિયમો અનુસાર, તેમને સિરસા ડેરામાં ભીડ એકઠી કરવાની મંજૂરી નથી. છતાં, તેઓ તેમના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અનિલ / સંજીવ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ