રાજસ્થાનમાં ડીઆરડીઓ ગેસ્ટ હાઉસના મેનેજરની, પાકિસ્તાની જાસૂસીના શંકાસ્પદ તરીકે ધરપકડ
જોધપુર, નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.) સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર, જેસલમેરના ચંદન ગામથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓ તેની સઘન પૂછપરછ કરી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ, ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરે છે. સુ
જાસૂસીના શંકાસ્પદ તરીકે ધરપકડ


જોધપુર, નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.) સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર, જેસલમેરના ચંદન ગામથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓ તેની સઘન પૂછપરછ કરી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ, ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરે છે.

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરતા મહેન્દ્ર સિંહ પર જાસૂસીના ગંભીર આરોપો છે. લશ્કરી પરીક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને વૈજ્ઞાનિકો આ ગેસ્ટ હાઉસમાં રહે છે. એવો આરોપ છે કે, તે આ અધિકારીઓની માહિતી સરહદ પાર મોકલતો હતો. દેશની સતર્ક સુરક્ષા એજન્સીઓએ ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર સિંહની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે જેસલમેરના ચંદન ગામથી ધરપકડ કરી છે. હવે સુરક્ષા એજન્સીઓ તેની સઘન પૂછપરછ કરી રહી છે.

સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી આ વ્યક્તિ પર નજર રાખી રહી હતી. સુરક્ષા એજન્સી અને લશ્કરી ગુપ્તચર હવે તપાસમાં રોકાયેલા છે. પોખરણ ફાયરિંગ રેન્જ જેવા સંવેદનશીલ સ્થળો વિશેની માહિતી લીક થવાની પણ શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ અને ચેટમાંથી જાસૂસીના મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. તેમની પૂછપરછ બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / સતીશ / સંદીપ / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande