કુલગામમાં આતંકવાદીઓ સામે, સુરક્ષા દળોનું ઓપરેશન પાંચમા દિવસે પણ ચાલુ છે....
કુલગામ, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ દેવસર વિસ્તારમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન પાંચમા દિવસે પણ ચાલુ છે. આ ઓપરેશનમાં અત્યાર સુધી એક આતંકવાદી માર્યો ગયો છે અને બે સૈનિકો ઘાયલ
કુલગામમાં આતંકવાદીઓ સામે, સુરક્ષા દળોનું ઓપરેશન પાંચમા દિવસે પણ ચાલુ છે....


કુલગામ, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.)

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ દેવસર વિસ્તારમાં આતંકવાદીઓ સામે સુરક્ષા

દળોનું ઓપરેશન પાંચમા દિવસે પણ ચાલુ છે. આ ઓપરેશનમાં અત્યાર સુધી એક આતંકવાદી

માર્યો ગયો છે અને બે સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” શનિવારે દક્ષિણ કાશ્મીરના

કુલગામ જિલ્લાના અખલ વિસ્તારમાં આખી રાત ચાલેલી અથડામણમાં, સુરક્ષા દળોએ એક

આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સંયુક્ત ઓપરેશન ભારતીય સેના, જમ્મુ અને

કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સ્પેશિયલ

ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા ચલાવવામાં

આવી રહ્યું છે.”

તેમણે કહ્યું કે,” કુલગામના ઓપરેશન અખલમાં આખી રાત,

વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો. સતર્ક સૈનિકોએ, ફાયરિંગ દરમિયાન સંપર્ક જાળવી

રાખીને ઘેરાબંધી મજબૂત બનાવી છે.”

તેમણે કહ્યું કે,” સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં એક

આતંકવાદીને ઠાર માર્યો છે. ઓપરેશન ચાલુ છે...”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande