ઉમરગામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઇ
વલસાડ, 9 ઓગસ્ટ (હિ.સ.)- વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડાના સાંસ્કૃતિક કોમ્યુનિટી હોલ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂ
Valsad


વલસાડ, 9 ઓગસ્ટ (હિ.સ.)- વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડાના સાંસ્કૃતિક કોમ્યુનિટી હોલ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી કનસેરી માતા, ભારતમાતા, આદિવાસી દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાની પુજા-અર્ચના અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્‍યો હતો.

રક્ષાબંધન અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીની શુભકામના પાઠવતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના ૧૦૧ તાલુકાઓના આદિવાસી વિસ્તારના 4265 ગામોમાં મહત્તમ આદિવાસી વસ્તી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંતુલિત વિકાસ સાધવા આદિવાસી વિસ્તારો માટે અલાયદા બજેટ મારફતે વનબંધુ યોજનાની શરૂઆત કરાવી હતી. રૂ.1 લાખ કરોડ ના આ બજેટ હેઠળ પાણી, આવાસ, વીજળી, હોસ્ટેલ, આશ્રમશાળા, ખેતીવાડી વગેરે ક્ષેત્રે કામો દ્વારા આદિવાસી વિસ્તારોનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ભગવાન બિરસમુંડાએ દેશની આઝાદી માટે શહીદી વહોરી એ અતુલ્ય છે. ગુજરાતના આદિવાસીઓનો પણ સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો રહ્યો છે.

આ અવસરે મંત્રીના અને મહાનુભાવોના હસ્‍તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાના મંજૂરી હુકમ, અધિકાર પત્ર અને આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ઉમરગામ તાલુકામાં ન્યુ પેટર્ન, પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને સરકારી છાત્રાલયના કુલ રૂ. 18.93 કરોડના કુલ 74 વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ તેમજ ન્યૂ ગુજરાત પેટર્નના રૂ. 12.5 કરોડના કુલ 102 કામોનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્‍ઠ પશુપાલકો, ખેડૂતો અને ઉચ્ચ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્‍માન પણ કરાયું હતું.

ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીની શુભકામનાઓ પાઠવી આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કર્યું હતું તો વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં આદિવાસીઓની વિભિન્ન લોક સંસ્કૃતિક દર્શાવતું લોકનૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

વલસાડના જિલ્લા પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણીએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો.

આ અવસરે કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી નીરવ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન ધુમાડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત જાદવ, ઉમરગામ મામલતદાર, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande