હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરતમાં સ્વચ્છતા અંગે વિશેષ કાર્યક્રમોનું આયોજન
સુરત, 9 ઓગસ્ટ (હિ.સ.)- સુરત મહાનગરપાલિકા દ્વારા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત તા. 02-08-2025 થી 15-08-2025 દરમ્યાન શહેરના વિવિધ વિસ્તાર જેવા કે, શાળા તથા તેની આજુબાજુના વિસ્તાર, સ્લમ વિસ્તાર, જાહેર સ્થળો પર સાફ-સફાઈ તથા ડોર ટુ ડોર કે
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરતમાં સ્વચ્છતા અંગે વિશેષ કાર્યક્રમોનું આયોજન


સુરત, 9 ઓગસ્ટ (હિ.સ.)- સુરત મહાનગરપાલિકા દ્વારા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત તા. 02-08-2025 થી 15-08-2025 દરમ્યાન શહેરના વિવિધ વિસ્તાર જેવા કે, શાળા તથા તેની આજુબાજુના વિસ્તાર, સ્લમ વિસ્તાર, જાહેર સ્થળો પર સાફ-સફાઈ તથા ડોર ટુ ડોર કેમ્પેઈન મારફત સ્વચ્છતા અંગેની જન-જાગૃતિનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજ રોજ વિવિધ ઝોન વિસ્તારમાં નીચે મુજબ ની કામગીરી કરવામાં આવેલ છે.

સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં આવેલ સાતવલ્લા સર્કલનું બ્યુટિફિકેશન અને પારડી કણદે - સિવિક સેન્ટર, સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવેલ.

વરાછા ઝોન-એ વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ દીવાલ અને પુનિત સર્કલનું બ્યુટિફિકેશન કરવામાં આવેલ.

લિંબાયત ઝોન-વિસ્તારમાં નીલગીરી સર્કલ નજીક આવેલ દીવાલ નું બ્યુટિફિકેશન કરવામાં આવેલ.

રાંદેર ઝોન-વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ અડાજણ નું બ્યુટિફિકેશન કરવામાં આવેલ.

સાઉથ ઝોન - એ (ઉધના‌) વિસ્તારમાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ :- 28 ના માન. મ્યુનિ સદસ્યોશ્રીની ઉપસ્થિતિમાં સુ. મ. પા. ના કર્મચારી સાથે છત્રપતિ શિવાજી મહારાજ શાક માર્કેટ અને તેને સંલગ્ન વિસ્તારના મેઇન રોડ / ધંધાદારી જગ્યા/ જાહેર જગ્યા/ દુકાનોધારકોને હર ઘર તિરંગા અંતર્ગત શહેરીજનોને સમજ આપી રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામા આવ્યુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande