હર ઘર તિરંગા અભિયાન 2025 ના હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન
વડોદરા, 9 ઓગસ્ટ (હિ.સ.)- હર ઘર તિરંગા અભિયાન 2025 ના હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન હર ઘર તિરંગા અભિયાન 2025 હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વિવિધ સાંસ્કૃતિક અને જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ
Vadodara


વડોદરા, 9 ઓગસ્ટ (હિ.સ.)- હર ઘર તિરંગા અભિયાન 2025 ના હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

હર ઘર તિરંગા અભિયાન 2025 હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વિવિધ સાંસ્કૃતિક અને જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, આજે મંડળ કાર્યાલયના કાર્મિક વિભાગ દ્વારા પરીક્ષા હૉલ માં ચિત્રકામ, રંગોળી અને પ્રશ્નોતરી સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું .

ચિત્ર સ્પર્ધામાં કાર્યરત કર્મચારીઓના 17 બાળકોએ ભાગ લીધો હતો અને તેમના ચિત્રો દ્વારા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેની સમ્માન ની ભાવના પ્રદર્શિત કરી. આ સાથે, કાર્યરત મહિલા કર્મચારીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને દેશભક્તિ અને સમર્પણ ની ભાવનાના રંગોના માધ્યમથી અભિવ્યક્ત કર્યું હતું.

પ્રશ્નોતરી સ્પર્ધામાં કુલ 11 કર્મચારીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા સહભાગીઓને સમ્માનિત આપવામાં આવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમો કર્મચારીઓ અને તેમના પરિવારોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande