મહેસાણા 1 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ આરોગ્યમંત્રી માન. ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય રીતે ઉજવાયો. કાર્યક્રમમાં આરોગ્યમંત્રી સાથે મહાનુભાવો, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ અવસરે આરોગ્યમંત્રીએ નિશુલ્ક રોપાવિતરણ પર્યાવરણ રથને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું. આ રથ દ્વારા સમગ્ર જિલ્લામાં હજારોની સંખ્યામાં નિશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ જનજન સુધી પહોંચાડવાની અપીલ પણ કરવામાં આવી.
કાર્યક્રમ દરમ્યાન શાળાના પટાંગણમાં આરોગ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી હરિયાળો સંદેશ આપ્યો. વક્તાઓએ જણાવ્યું કે વૃક્ષો આપણા જીવનનો આધાર છે, પર્યાવરણનું સંતુલન જાળવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે.
વિદ્યાર્થીઓને હરિયાળું ગુજરાત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ રીતે પીલવાઈ ખાતે યોજાયેલ વન મહોત્સવ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, હરિયાળો સંદેશ અને સામૂહિક જવાબદારીનો શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR