ગોધરા, ૧સપ્ટેમ્બર (હિ. સ.)
પંચમહાલ જિલ્લાની વંદના વિદ્યાલય ખાતે આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન કાર્યક્રમમાં ગુજરાત ના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબની ઉપસ્થિતિ માં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ એ સંકલ્પ લીધો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્રારા આયોજિત આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન કાર્યક્રમ પંચમહાલ જિલ્લાની વંદના વિદ્યાલય કેવડિયા ખાતે યોજાયો જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ના કુલપતિ હરિભાઈ કાતરિયા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ ,શિક્ષણ સમિતિ ચેરમેન એ.બી પરમાર સહિત પંચમહાલ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી યોગેશભાઈ પટેલ સહિત જિલ્લા ટીમ તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા ,
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત આ વિરાટ અભિયાન 1 સપ્ટેમ્બર ના રોજ વંદના વિદ્યાલય કેવડિયા મુકામે યોજાયું જેમાં શિક્ષક–વિદ્યાર્થીઓની સહભાગિતાથી બે હજાર થી વધારે વિદ્યાર્થીઓ ,વાલીઓ શિક્ષકોએ સામુહિક સંકલ્પ લીધો ,કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ કુબેરભાઈ ડિંડોરે આ અભિયાન માત્ર મૂલ્ય આધારિત શિક્ષણનું સેતુ બનશે એટલું જ નહીં, પરંતુ દરેક વિદ્યાલયને સ્વચ્છ, પ્રેરણાદાયક અને રાષ્ટ્ર–સમર્પિત દિશામાં આગળ ધપાવવાનો સામૂહિક સંકલ્પ સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે સંગઠન દ્વારા સમાજ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પહેલ ગણાવી આ અભિયાનથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આત્મિયતા, શિસ્ત તથા સ્વાભિમાનની ભાવનાઓ વધુ ગાઢ થશે એમ જણાવેલ ,જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ એ આ પ્રકારના સંગઠન દ્વારા આયોજિત સંકલ્પિત કાર્યક્રમ ને આવકાર્યો હતો સાથે શિક્ષણ સમિતિ ચેરમેન એ બી પરમારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ પહેલ ને રાષ્ટ્ર નિર્માણ માં મહત્વની સાબિત થશે તેવો મત વ્યક્ત કર્યો હતો ,
આજે વંદના વિદ્યાલય ખાતે ઉપસ્થિત સૌ શિક્ષક અને વિદ્યાર્થી નીચેના પાંચ પાવન સંકલ્પ આત્મસાત કર્યા.
1.વિદ્યાલયને સદૈવ સ્વચ્છ અને પ્રેરણાદાયક રાખવો.
2.એકતા તથા ભાઈચારા ભાવનાને સુદ્રઢ કરવી.
3.શિસ્ત અને રાષ્ટ્રપ્રેમને જીવનનો આધાર બનાવવો.
4.સમાજ–વિદ્યાલય સંબંધોને મજબૂત બનાવવા.
5. શીખવવા તથા શીખવાની પધ્ધતિ ને ઉત્તમ બનાવવવા
આ સાથે આજે એક જ દિવસે એક જ સમયે પંચમહાલ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ઉપર મુજબના સંકલ્પો લઈ રાષ્ટ્ર નિર્માણ માં પોતાની અહમ ભૂમિકા બને તે માટે સંકલ્પિત થયા .પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ અનિરુધ્ધસિંહ સોલંકીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આગામી સમયમાં આપણી શાળાઓ તીર્થ સમાન બને તે માટે કટિબધ્ધ બની સંગઠનનાં કાર્યકરો ,શિક્ષકો , વિદ્યાર્થીઓ અને સમાજને જોડી ને કાર્યક્રમો કરશે તેમ જણાવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ મહામંત્રી યોગેશભાઈ દ્વારા કરવામાં આવી .
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ