પોરબંદર નજીક હાઇવે પર ટેન્કર ચાલકે ચાર ગૌવંશોને કચડી નાખતા મોત.
પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના બાયપાસ રોડ પર રવિવારની રાત્રીના અકસ્માતની ઘટના બની હતી જેમા બેફામ બનીને દોડતા ટેન્કરના ચાલકે રસ્તા પર બેઠેલા ચાર ગૌવંશને કચડી નાંખતા મોત થયા હતા આ બનાવને લઈ ગૌપ્રેમીઓમા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. દ્રારકા-સો
પોરબંદર નજીક હાઇવે પર ટેન્કર ચાલકે ચાર ગૌવંશોને કચડી નાખતા મોત.


પોરબંદર નજીક હાઇવે પર ટેન્કર ચાલકે ચાર ગૌવંશોને કચડી નાખતા મોત.


પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના બાયપાસ રોડ પર રવિવારની રાત્રીના અકસ્માતની ઘટના બની હતી જેમા બેફામ બનીને દોડતા ટેન્કરના ચાલકે રસ્તા પર બેઠેલા ચાર ગૌવંશને કચડી નાંખતા મોત થયા હતા આ બનાવને લઈ ગૌપ્રેમીઓમા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. દ્રારકા-સોમાનાથ બાયપાસ રોડ પર પોરબંદર નજીક અતિથિ હોટલ પાસે ગતરાત્રીના પસાર થઇ રહેલા પેટ્રોલ ટેન્કર નં-જીજે-36-વી-6021ના ચાલકે રસ્તા પરે બેઠેલી એક ગાય અને ત્રણ નંદીનેહડફેટ લેતા તેમના મોતથયાહતા જયારે અન્ય ત્રણ ગૌવંશ ઇજાગ્રસ્ત બન્યાનુ જાણવા મળી રહ્યુ છે .

આ ઘટનાની જાણ થતા પોલીસ અને જીવદયાપ્રેમીઓ તુરત દોડી ગયા હતા આ બનાવને લઇ રાજાભાઈ નાથાભાઇ હુંણે ટેન્કરના ચાલક સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .આ બનાવાને લઇ જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.સ્થાનીકોના જણાવ્યા અનુસાર નેશનલ હાઇવની લાઇટ ઘણા સમયથી બંધ હાલતમા છે આ બાબતે અનેક વખત રજુઆત કરી છે છતા કોઇ જવાબ આપતુ નથી અંધકારના કારણે ગૌવંશ કચડાઈ જવા ઉપરાંત અકસ્માતની પણ ઘટના બને છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande