ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે ઉંડ નદીમાંથી પાણીની મોટરો ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
જામનગર, 1 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની ઉંડ નદીમાંથી પાણીની ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી લઈને રૂ.4.28 લાખની કિંમતની પાણીની મોટરો સહિતનો મુદામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, વાંકીયા ગામની ઉં
ચોરી


જામનગર, 1 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની ઉંડ નદીમાંથી પાણીની ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી લઈને રૂ.4.28 લાખની કિંમતની પાણીની મોટરો સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકીયા ગામની ઉંડ નદીમાં ખેડુતોએ પાકમાં પીયત કરવા માટે પાણીની મોટરો રાખી હતી. જેની દશેક દિવસ પહેલા અજાણ્યા શખસો ચોરી કરી ગયાની 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પીઆઈ એચ. વી. રાઠોડએ સ્ટાફના લાખાભાઇ આહીર, વી. એમ. મકવાણા, કલ્પેશ કામરીયા, રાજેશ મકવાણા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.

ચોરીમાં સંડોવાયેલા શખસો ટ્રેકટરની ટ્રોલીમાં ચોરાઉ પાણીની મોટરો સાથે ખારવા રોડ ઉપર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ટ્રેકટરમાં નિકળતા વિશાલ કેશુભાઈ રાઠોડ, કમલેશ ઉર્ફે રામ મગનભાઈ રાઠોડ, પ્રભુદાસ ઉર્ફે બબુ નટુભાઈ રાઠોડ, અનીલ ઉર્ફે રાહુલ કેશુભાઇ રાઠોડને ઝડપી લીધા હતા.

તેના કબજામાંથી રૂ. 28 હજારની કિંમતની ચોરાઉ 8 પાણીની મોટરો તેમજ ચોરીમાં ઉપયોગ કરેલ ટ્રેકટર મળીને કુલ 4.28 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande