ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર-સોમનાથ જીલ્લામાંથી પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ને ખેડૂતો દ્રારા રજુઆત કરતા કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે સારૂ કેન્દ્ર સરકાર જાહેર કરેલ ટેકાના ભાવથી ખરીદી માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ:-૦૧-૦૯-૨૦૨૫ થી ૧૫-૦૯-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન માટે ઈ-ગ્રામ પંચાયતોના વીસી સેન્ટર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થનાર છે,ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની સંખ્યાના પ્રમાણમાં ઈ-ગ્રામ્ય વીસી સેન્ટરોની સંખ્યા ઓછી હોય તથા નગરપાલિકાઓ અને શહેરી વિસ્તારમાં ઈ-ગ્રામ સેન્ટરો ન હોવાના કારણે ખેડુતોને રજીસ્ટ્રેશન સમયે ભીડ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ હોય જેથી સરકાર દ્વારા ટેકાના ભાવના રજીસ્ટ્રેશન માટે સરકારના ઓનલાઈન પોર્ટલ ઉપરથી ખેડુત રજીસ્ટ્રેશન કરી શકે અથવા તો ગુજરાત રાજયમાં નોંધયેલી રજીસ્ટ્રર મંડળીઓને યુઝર આઇડી પાસવર્ડ સત્વરે ફાળવવામાં આવે જેથી ખૈડુતોને ટેકાના ભાવની ખરીદીના રજીસ્ટ્રેશન સુચારૂ રીતે કરી શકે અને ખેડુતોને કોઈ મશ્કેલી ન પડે એવી રજૂઆત ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડ દ્રારા રાજ્ય ના કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવા માં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ