ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર તાલુકાના ખેડૂતો માટે ચાલી રહેલી મગફળી સોયાબીન ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન અરજી કરવા માટે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો ના ફરજિયાત ફિગર પ્રિન્ટ લેવા બાબતે મિતીયાજ ગામના યુવા સરપંચ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ ખેતીવાડી અધિકારી, કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રી, કલેકટર, વિસ્તરણ અધિકારી કોડીનાર, ને પત્ર લખીને રજૂઆત કરતા જણાવ્યું કે મોટી ઉંમરના, વયોવૃદ્ધ, નાના મોટી બિમારી થી પીડાતા ખેડૂતો, મહિલાઓ લાંબા સમયથી લાંબી લાઈનોમા ઉભા રહેવું મોટી મુશ્કેલી પડે છે ત્યારે મિતીયાજ ગામના યુવા સરપંચ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ ફિગર પ્રિન્ટ સિસ્ટમ નાબૂદ કરવા ટેલીફોનીક,પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ