સુત્રાપાડા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે “સન્ડે ઓન સાયકલ” રેલીનું ભવ્ય આયોજન થયું.
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) માનનીય કલેક્ટર ગીર સોમનાથ તથા નાયબ કલેક્ટર વેરાવળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનો પ્રારંભ ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલ – સુત્રાપાડા બસ સ્ટેશનથી થયો હતો.. રેલી દરમિયાન આઝાદ ચોક પર મુસ્લિમ સમાજના આગેવાનો, વાછરાડાડા ચો
સન્ડે ઓન સાયકલ


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) માનનીય કલેક્ટર ગીર સોમનાથ તથા નાયબ કલેક્ટર વેરાવળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનો પ્રારંભ ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલ – સુત્રાપાડા બસ સ્ટેશનથી થયો હતો..

રેલી દરમિયાન આઝાદ ચોક પર મુસ્લિમ સમાજના આગેવાનો, વાછરાડાડા ચોક પર કોળી સમાજના આગેવાનો અને ધનેશ્વર ચોક પર દરબાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. અંતે આ રેલી સાગર પેટ્રોલ પંપ ખાતે પૂર્ણ થઈ.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં રમતગમત પ્રત્યે પ્રેમ વધારવો તથા શારીરિક સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

આ અવસરે ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, સુત્રાપાડા મામલતદાર ગોડા સાહેબ, નગરપાલિકા પ્રમુખ મનહરસિંહ બારડ, ચીફ ઓફિસર મૌલિકભાઈ વંશ, પોલીસ સ્ટેશનના પી.આઈ. લોહ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ચાવડા સાહેબ, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી, વિવેકાનંદ વિનય મંદિર શાળાના આચાર્ય જોષી સાહેબ, શિક્ષક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરી સહિત નગરપાલિકાના સભ્યો, સ્ટાફગણ, પોલીસ, શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ ભવ્ય રેલીને કારણે સુત્રાપાડા શહેરમાં ખેલકૂદ અને ફિટનેસનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande