રાજકોટ, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-
ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર ૧૭માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૨ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ થયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ૦૨.૦૯.૨૦૨૫ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ.
2) ૦૩.૦૯.૨૦૨૫ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે