સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશનનો આરંભ,
તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં રમતવીરો, ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે
સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશનનો આરંભ,


જુનાગઢ 1 સપ્ટેમ્બર (હિ.સ.) સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશનનો આરંભ શરૂ થઈ ગયો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૨૯ ઓગસ્ટના રોજ ’સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫’ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાના રમતવીરોને આ મહોત્સવમાં ભાગ લેવા માટે આપેલ QR કોડ સ્કેન કરી અથવા www.sansadkhelmahotsav.in પર મુલાકાત કરી તેમના મનપસંદ ખેલમાં નામ નોંધાવી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રમતવીરો રજીસ્ટ્રેશન તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં કરાવી શકશે. વેબસાઇટ ખોલ્યા બાદ તેમાં Participant Registration પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande