ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન આગામી તા. ૨૫/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે.
જેમા વય મર્યાદા ૦૮ થી ૧૩ વર્ષની છે. આ એડવેન્ચર કોર્સ નો સમયગાળો ૦૭ દિવસ રહેશે. આ અંગેનુ નિયત ફોર્મ face book page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે ઓફિસ નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવો એમ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ,પંડિત દીનદયાળ ઉપાધ્યાય,પર્વતારોહણ તાલીમ કેન્દ્ર,જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ