૬૬૭માં મહેસાણા સ્થાપના દિવસ : ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રગતિનું પ્રતીક શહેર વિકાસના માર્ગે
મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરનો આજે ૬૬૭મો સ્થાપના દિવસ ઊજવાઈ રહ્યો છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનું અવિનાશી પ્રતીક બનેલું આ શહેર સદીઓથી ઉત્તર ગુજરાતનું ગૌરવ રહ્યું છે. પ્રાચીન કાળથી વેપાર, શિક્ષણ, કૃષિ અને સામાજિક જીવનમાં મહેસાણાએ અનોખુ
૬૬૭માં મહેસાણા સ્થાપના દિવસ : ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રગતિનું પ્રતીક શહેર વિકાસના માર્ગે


મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરનો આજે ૬૬૭મો સ્થાપના દિવસ ઊજવાઈ રહ્યો છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનું અવિનાશી પ્રતીક બનેલું આ શહેર સદીઓથી ઉત્તર ગુજરાતનું ગૌરવ રહ્યું છે. પ્રાચીન કાળથી વેપાર, શિક્ષણ, કૃષિ અને સામાજિક જીવનમાં મહેસાણાએ અનોખું સ્થાન મેળવ્યું છે.

મહેસાણા માત્ર સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર જ નહીં પરંતુ આધુનિક વિકાસનું પ્રતીક પણ બની રહ્યું છે. શહેરના ઐતિહાસિક મંદિરો, વીરાસત સ્થળો, સાહિત્યિક પરંપરાઓ અને લોકકલાઓ આજે પણ પેઢી પેઢીને પ્રેરણા આપે છે. સાથે સાથે ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને સહકાર ક્ષેત્રે મહેસાણાએ સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન મેળવ્યું છે.

સ્થાપના દિવસના અવસરે નાગરિકોમાં ગૌરવની લાગણી વ્યક્ત થતી જોવા મળી રહી છે. મહેસાણા સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં ઉત્તર ગુજરાતના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસનું કેન્દ્ર બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આજે શહેરના સ્થાપના દિવસે દરેક નાગરિક એ સંકલ્પ કરે છે કે શહેરની ઓળખ, સંસ્કૃતિ અને ગૌરવ જળવાઈ રહે તથા નવી પેઢી માટે મહેસાણા વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બની રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande