સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-થોડા દિવસો પહેલા સુરત રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલાએ પોતાના બે બાળકો સાથે આપઘાત કર્યો હતો.આ બનવામાં મહિલા અને તેના એક બાળકનું મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ વધુ એક મહિલા પોતાના બે બાળકોને લઈને આપઘાત કરવા માટે ઉધના ખાતે રેલ્વે ટ્રેક ઉપર પહોંચી ગઈ હતી.જોકે રેલ્વે પોલીસ સમયસર ત્યાં પહોંચી ગઈ હતી અને તેઓને બચાવી લીધા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક મહિલા પોતાના બે બાળકો સાથે ઉધના તરફના છેડા પર આવેલા રેલ્વે ટ્રેક ઉપર આત્મહત્યા કરવાના ઇરાદે પહોંચી ગઈ હતી.આ અંગે જાણ થતા જ તરત જ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને સાંત્વના આપીને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતીમહિલાને પૂછપરછમાં કરતા પોતાનું નામ 28 વર્ષીય આરતીબેન (નામ બદલ્યું છે) અને મૂળ બિહારની હોવાનું જણાવ્યું હતું. આ સિવાયે તેને આપવીતી જણાવતા કહ્યું હતું કે તેનો પતિ અવારનવાર દારૂ પીને આવીને મારઝૂડ કરે છે. તેઓને દારૂ ન પીવા કહેતાં પતિ ગુસ્સે થાય છે.જેનાથી ત્રાસથી કંટાળીને તે ઘરેથી બાળકો સાથે નીકળી ગઈ હતી અને આપઘાત કરવા માટે રેલ્વે ટ્રેક ઉપર પહોંચી હતી.પોલીસે મહિલા પાસેથી પતિનો મોબાઇલ નંબર મેળવીને તેમને સ્ટેશને બોલાવ્યા હતા. અને બંને પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી ઘરે મોકલ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે