પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.): જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપી પ્રોહી. ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસંધાને ઇન્ચાર્જ રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિકારી ઋતુરાબાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ,જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સટેબલ ભરત કાનાભાઇ તથા કુણાલસિંહ પ્રવિણસિંહને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર મોરઝુપડા પાસે ઝરમાં હકિકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા આદિત્યાણાના કાદા વિસ્તારમાં રહેતો નારણ એભા ગરચર ની દેશીદારૂની ભઠ્ઠી મળી આવેલ અને બે ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
ભઠ્ઠીમાંથી દેશીદારૂ લીટર 100 તથા દેશીદારૂ બનાવવાનો આથો લી.600તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.69,925 નો મુદામાલ મળી આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya