સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા ગુલશન ચેમ્બર્સ ખાતે એક મકાનની અંદર જુગારધામ ધમધમી રહ્યું હતું.આ અંગે માહિતી મળતા રાંદેર પોલીસે દરોડા પાડયા હતા.અને સ્થળ પરથી જુગાર રમતા ત્રણ રીક્ષા ડ્રાઈવરો સહીત પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા.તેમજ સ્થળ પરથી રોકડા અને જુગાર રમવાની સામગ્રી સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમા પ્રોહિબિશન તથા જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા માટે સુચના આપવામાં આવી છે.જેના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા દરમ્યાન મળેલ બાતમીને આધારે ગુલશન ચેમ્બર્સ કબુતરખાના ખાતે આવેલા મકાન નંબર-103 માં રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા પાંચ જુગારીઓને જખડપી પાડયા હતા.જેમાં રીક્ષા ડ્રાઈવર ઈમરાન આબેદીન સૈયદ,જાવીદ આમદ પટેલ અને સરફરાજ ઈકબાલ મિસ્ત્રી તથા સોયેબ અબ્દુલ રજાક દાલચાવલ અને નિશાર ગુલામનબી ટીનવાલાનો સમાવેશ થાય છે .આ સિવાય પોલીસ સ્થળ પરથી રોકડા રૂ.19 હજાર તથા 3 મોબાઈલ મળી કુલ્લે રૂ.44. 280 નો મુદદામાલ કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે