સાંસદ ખેલ મહોત્સવ-2025 માટે રજીસ્ટ્રેશન, શરૂ ખેલાડીઓને ઓનલાઈન નામ નોંધાવવા અનુરોધ.
પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ દેશના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાવવા અને રમતવીરોને મંચ પુરો પાડવાના હેતુસર “સાંસદ ખેલ મહોત્સવ – 2025” માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ઓગસ્ટથી શરૂઆત કરવામાં આવી છે.
સાંસદ ખેલ મહોત્સવ-2025 માટે રજીસ્ટ્રેશન શરૂ  ખેલાડીઓને ઓનલાઈન નામ નોંધાવવા અનુરોધ.

પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ દેશના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાવવા અને રમતવીરોને મંચ પુરો પાડવાના હેતુસર “સાંસદ ખેલ મહોત્સવ – 2025” માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ઓગસ્ટથી શરૂઆત કરવામાં આવી છે.

આ મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ માટે અનુરોધ છે કે તેઓ આપેલ QR કોડ સ્કેન કરીને અથવા Sansad Khel Mahotsav ની વેબસાઇટ પર પ્રવેશ્યા બાદ Participant Registration વિકલ્પ પર ક્લિક કરી જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. તમામ ખેલપ્રેમી યુવાનો, રમતવીરો તથા સંકળાયેલા સંગઠનોને આ અવસરનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande