૭૬ વન મહોત્સવ, વડોદરા મહાનગર તથા વનવિભાગ દ્વારા યોજવામાં આવ્યો.
વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ૭૬મો વન મહોત્સવ, વડોદરા મહાનગર પાલિકા તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમ હેઠળ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ, વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી, મહાનગર પાલિકાના નેતા મનોજભાઈ પટેલ તેમજ અ
૭૬ વન મહોત્સવ વડોદરા મહાનગર તથા વનવિભાગ દ્વારા યોજવામાં આવ્યો.


વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ૭૬મો વન મહોત્સવ, વડોદરા મહાનગર પાલિકા તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમ હેઠળ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ, વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી, મહાનગર પાલિકાના નેતા મનોજભાઈ પટેલ તેમજ અનેક કાઉન્સિલરગણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનો હેતુ માત્ર વૃક્ષારોપણ કરવાનો જ નહોતો, પરંતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળો વડોદરા બનાવવા માટે જનસહભાગિતા વધારવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોએ સોંકડા જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મહાનગર પાલિકા અને વન વિભાગના અધિકારીઓએ લોકોને વૃક્ષોના મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે વધતી જતી પ્રદૂષણની સમસ્યાને નિયંત્રિત કરવા અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવું એ દરેક નાગરિકની ફરજ છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પોતાના હાથે વૃક્ષારોપણ કરી સૌને સંદેશ આપ્યો કે એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ જરૂર લેવો જોઈએ.

દંડક બાલકૃષ્ણભાઈ શુક્લે પોતાના સંબોધનમાં જણાવ્યું કે શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાય તે અનિવાર્ય છે. સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કર્યા વિના સ્થિર વિકાસ શક્ય નથી. નેતા મનોજભાઈ પટેલે વડોદરા શહેરને વધુ હરિયાળું બનાવવા માટે સતત પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આ અવસરે કાઉન્સિલરોએ પણ સ્થાનિક નાગરિકોને વન મહોત્સવમાં જોડાવાનું આહ્વાન કર્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રીતે ૭૬મા વન મહોત્સવે વડોદરા શહેરમાં પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પહોંચાડ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande