મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબે વિજાપુર તાલુકાની મામલતદાર કચેરીની અચાનક મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન કલેક્ટર કચેરીની કાર્યપદ્ધતિ, નાગરિકોને આપવામાં આવતી સેવાઓ તેમજ સરકારી યોજનાઓના અમલ અંગે વિગતવાર માહિતી મેળવી. સાથે સાથે કચેરીમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ સાધી કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે જરૂરી સૂચનો આપ્યા.
કલેક્ટરશ્રીએ ખાસ કરીને નાગરિકોને સમયસર સેવાઓ પૂરી પાડવામાં કચેરીની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. તેમણે જાહેર સેવાઓમાં પારદર્શિતા, ઝડપ અને જવાબદારી જાળવવાની તાકીદ કરી. ઉપરાંત તાલુકા સ્તરે ખેડૂતો, ગરીબ અને વંચિત વર્ગોને સરકારી યોજનાઓનો પૂરો લાભ મળે તે માટે અધિકારીઓને કડક સૂચના આપી.
મુલાકાત દરમિયાન કચેરીના રેકોર્ડ, ડિજિટલ સિસ્ટમ, અરજદારોની સુવિધાઓ તથા પબ્લિક ગ્રીવન્સ સેલની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ નાગરિકોને સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ વિશે પૂછપરછ કરી અને ઝડપી ઉકેલ આપવા મામલતદારને નિર્દેશ આપ્યો.
આ રીતે કલેક્ટરશ્રીની આ મુલાકાતથી તાલુકા કચેરીના કાર્યમાં નવી ઉર્જા અને જવાબદારીની ભાવના સર્જાઈ હોવાનું જણાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR