ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.
જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા. ૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન કરવામાં આવેલુ છે.
જે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેઓએ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ