ભાવનગર મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની બેઠક પૂર્ણ
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 10 સપ્ટેમ્બર, 2025 (બુધવાર)ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠકનું આયોજન મંડળ કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુ
સલાહકાર સમિતિ (DRUCC) ની બેઠક પૂર્ણ


ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 10 સપ્ટેમ્બર, 2025 (બુધવાર)ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠકનું આયોજન મંડળ કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે હાજર તમામ સભ્યોનું સ્વાગત કર્યું તથા મંડળ પર અમૃત સ્ટેશન યોજનાની અંતર્ગત વિકસાવવામાં આવી રહેલ સ્ટેશનો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

બેઠકમાં સમિતિના અધ્યક્ષ તથા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળ પર ચાલી રહેલી મુખ્ય પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ અંગે સભ્યોને અવગત કરાવ્યા હતા. તેમણે વિશ્વાસ આપ્યો કે મુસાફર સુવિધાઓનો વિકાસ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને મંડળ દ્વારા તમામ યોગ્ય માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે.

બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર મંડળની ઉપલબ્ધિઓ તથા મુસાફર સુવિધાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે સમિતિના સભ્યોએ પોતાના-પોતાના ક્ષેત્ર સંબંધિત રેલ સમસ્યાઓ, નવી ટ્રેનોના સંચાલન, યોજનાઓની ઝડપી પૂર્ણતા તથા સ્ટેશનો પર વધુ સારી યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં સમિતિના સભ્યો બૈજુ એસ. મેહતા (ભાવનગર), મહેન્દ્ર શાહ (ભાવનગર), ઉપેન્દ્રભાઈ જાની (ભાવનગર), શ્રી પ્રદીપભાઈ એચ. દેસાઈ (ભાવનગર), પારસભાઈ સી. શાહ (ભાવનગર), ડો. આર. સી. ગુપ્તા (ભાવનગર) અને વિજયભાઈ થાનકી (પોરબંદર) ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકના સમાપન સમયે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સભ્યોનો અમૂલ્ય સૂચનો આપવા તથા સક્રિય ભાગીદારી માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે મંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande