જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસાના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુલ 1.93 લાખનું નુકસાન થયું છે. ચાલુ વરસાદી સિઝન દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કુલ 788 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જો કે અત્યાર સુધીમાં તમામ ગામોમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે. હાલારના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 3218 ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકીના તમામ 3218 ફીડર ઊભા કરી લેવાયા છે.
આ ઉપરાંત ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે બંને જિલ્લામાં 1580 વિજ પોલ પડી ગયા હતા, જે પૈકી 1574 વિજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ 6 થાંભલા ઉભા કરવાના બાકી રહ્યા છે, જેની કામગીરી ચાલી રહી છે. આમ કુલ ચોમાસાની સિઝનમાં વિજતંત્રને 1.93 લાખની નુકસાની થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt