ગુજરાતની તમામ રેડ ક્રોસ શાખાના ડેવલોપમેન્ટ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્કશોપ માં ગીર સોમનાથ રેડ ક્રોસે પ્રતિનિધિત્વ કર્યું
ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના સરદાર ભવન ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ ના ચેરમેન માનનીય અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમાંમ 33 જિલ્લાઓ સહિત 64
ગીર સોમનાથ  રેડ ક્રોસ


ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના સરદાર ભવન ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ ના ચેરમેન માનનીય અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમાંમ 33 જિલ્લાઓ સહિત 64 બ્રાન્ચ ના ચેરમેન, હોદ્દેદારો ને પોતાની બ્રાન્ચ દ્વારા રાહત દરે આરોગ્ય ક્ષેત્રની સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર,જુનિયર રેટ ક્રોસ, યુથ રેડ ક્રોસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એક ટ્રેનિંગ, સર્જીકલ સાધન વિનામૂલ્ય વાપરવા આપવા સહિતની સેવાઓનો વ્યાપ વધારવા કેપેસિટી ડેવલોપમેન્ટ વર્કશોપ યોજાયો જેમાં ગીર સોમનાથ રેડક્રોસ વતી ચેરમેન અતુલ એમ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફાંડી, સિક્રેટરી ગિરીશ ઠક્કર, જો સ અનીશ રાચ્છ, કમિતી મેમ્બર્સ ભાવેશ મહેતા, તેમજ એમ ડી પેથોલોજી ડો ખેવના કારાવડીયા એ સમગ્ર વર્કશોપ માં ભાગ લઈ ગિર સોમનાથનું પ્રતિનિધિત્વ કર્યો હતું આ તકે સ્ટેટ બ્રાન્ચ ના ડો અજયભાઈ દેસાઈ (વાઇસ ચેરમેન) સંજયભાઈ શાહ (ટ્રેઝરર) ડો. પ્રકાશભાઈ પરમાર(જનરલ સેક્રેટરી) અશોકભાઈ શીલુ (ડેપ્યુટી સેક્રેટરી) અનુપભાઈ દેસાઈ (જોનલ કોર્ડીનેટર) ડો. દીપકભાઈ નારોલા (ઝોનલ કોર્ડીનેટર) ડો. અતુલ દેસાઈ (ઝોનલ કોર્ડીનેટર) સહિતના હોદ્દેદારો , મેનેજિંગ કમિટીના સભ્યો સહિતનાઓએ આયોજનમાં જુનિયર રેડ ક્રોસને દરેક જિલ્લાઓમાંથી આમંત્રણ આપી રેડ ક્રોસ વિશેની વિસ્તૃત માહિતી તેમજ જ્ઞાન સાથે ગમ્મત નો સમન્વય પ્રોગ્રામ યોજાયો હતો.

ત્યારબાદ બે દિવસ સમગ્ર ગુજરાતના 64 બ્રાન્ચીસના 165 થી વધુ રેડ ક્રોસ ચેરમેન અને હોદ્દેદારો ને પોતાની બ્રાન્ચ દ્વારા નાગરિકોને રાહત દરે આરોગ્ય સેવા પ્રદાન કરવા અગ્રસર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તેઓના અભિપ્રાયો પણ લીધા હતા અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના છેવાડાના લોકો સુધી રેડક્રોસની સેવાઓ પહોંચે તે માટે કટિબંધ રહેવા આહવાન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં નર્મદાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટીવેશનલ સ્પીકર નિર્મલ પારેખે સર્વેને ઉત્સાહિત કરેલ હતા કાર્યક્રમનું સંચાલન ડિઝાસ્ટરના ડિરેક્ટર તુષાર ઠક્કર દ્વારા કરવામાં આવેલ હોવાનું અનિષ રાચ્છની એક યાદી જણાવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande