ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામે તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં ઉનાના વાવરડા ખાતેથી સ્થળ પરથી ૦૩(ત્રણ) ચકરડીઓ તેમજ ૦૧(એક) જનરેટર મશીન સીઝ કરવામાં આવ્યાં હતાં.
આ તપાસ દરમિયાન વાવરડા ખાતે સ્થળ પર જોવા મળેલા ગેરકાયદેસર બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજનુ ખનન/ખોદકામની સર્વેયર દ્વારા માપણી કરવામાં આવી છે તેમજ ૦૧(એક) ટ્રેક્ટર/ટ્રોલી જેમા આશરે ૦૪.૦૦ મેટ્રિક ટન બિન અધિકૃત લાઈમસ્ટોન ખનીજ ભર્યું હોવાનું જણાતાં સ્થળ પર જ રૂ. ૪૫,૬૧૬/-ના દંડની ભરપાઇ કરાવવામાં આવી હતી.
આમ, બિન અધિકૃત રીતે ખનન સબબ અટકાયત કરી નિયમો અનુસાર દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં, આ અગાઉ ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી વેરાવળ તાલુકાના વિસ્તારમાંથી કુલ બિન અધિકૃત રીતે વહન કરતાં ૦૪ વાહનની અટકાયત કરી નિયમો અનુસાર રૂ. ૩.૩૨ લાખ જેટલી દંડની વસુલાત હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ