ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, કોલકતા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર ના સહયોગથી સોમનાથ જિલ્લાના ધો.૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે જિલ્લાકક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ હતું.
આ અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાન શા. સ્વા. ભક્તિકિશોરદાસજી ( મોટીવેશનલ સ્પીકર) ભગવાનભાઈ પરમાર (આચાર્ય એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ) તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.
નેશનલ સાયન્સ સેમિનાર વિશે જણાવતા તેમણે જણાવ્યું કે આ વર્ષના સાયન્સ સેમિનારનો વિષય ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવનાઓ અને પડકારો
(Quantum Age Begins: Potentials & Challenges)હતો.આ સેમિનારમાં ૪૩ શાળાના ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ppt તેમજ ચાર્ટ દ્વારા રજૂઆત કરી હતી.જેમાં પ્રથમ ક્રમાંકે દાલમીયા પબ્લિક સ્કૂલ સુત્રાપાડા નો વિદ્યાર્થી દિશાંત ગૌસ્વામી દ્રિતીય ક્રમાંકે આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ- વેરાવળ ની વિદ્યાર્થીની સ્વરા પુરોહિત તૃતીય ક્રમાંકે ચગીયા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની બારડ ધ્રુમાબેન આવેલ હતા. આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે અંજુ રંજન, પ્રવીણભાઈ મલ્લી, ભરતભાઈ ગોસ્વામી તથા કકુભા રાઠોડએ ફરજ બજાવી હતી.
કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર,પેન અને વિજેતાઓને ટ્રોફી તથા ઇનામ આપવામાં આવ્યા હતા.જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થી રાજ્ય કક્ષાની સાયન્સ સેમિનાર સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમીક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા , સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી તથા પ્રશાંત બારડ આઈ પી લેબ ઓફિસર ગીર સોમનાથ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં સામેલ થયેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન, શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ