ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) આગામી નવરાત્રીનાં તહેવાર (ગરબી) નિમિતે તેમજ શરદપૂનમ મહોત્સવ માટે તાલુકા કક્ષાના રમત-ગમતનાં મેદાન માટે નીમ કરેલી સરકારી સર્વે પૈકી ૧૨,૩૭૬ ચો.મી જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે.
જેનાં અનુસંધાને રસ ધરાવતી વ્યકિત તથા સંસ્થાઓ જમીન ભાડાપટ્ટે મેળવવા માટે તા.૧૨/૦૯/૨૦૨૫, શુક્રવાર સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી તથા બંધ કવરમાં ભાવની ઓફર નાયબ કલેકટર કચેરી, વેરાવળ ખાતે નવરાત્રીના દિવસો તથા શરદ પૂનમના દિવસ માટે અલગ-અલગ અરજી કચેરીનાં સમય દરમિયાન રજૂ કરવાની રહેશે.
આ માટે તમામ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવાનો રહેશે. તેમજ સવાલવાળા સ્થળનો કોઈપણ પ્રકારનો વ્યાપારીક ઉપયોગ કરી શકાશે નહી કે કોઈપણ પ્રકારનાં વ્યાપારીક સ્ટોલ ઉભા કરી શકાશે નહી.
સરકાની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ સવાલવાળી જમીનની દર એક હજાર ચો.મી. અથવા તેના ભાગ માટે પ્રતિ દિન રૂ.૫/- લેખે ભાડાના દરથી આપવાની થાય છે, પરંતુ એક કરતા વધુ વ્યકિત/સંસ્થાની માંગણીઓ પરત્વે જે વ્યકિત/સંસ્થા તરફથી મહત્તમ રકમ સરકારશ્રીમાં ભરપાઈ કરવા ઓફર કરવામાં આવશે. તેમને નવરાત્રી અને શરદ પુનમના તહેવારો માટે ગરબીનું આયોજન કરવા ઉકત જમીન ભાડાપટ્ટે આપવા માટે ધોરણસરની મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શરદપૂનમ મહોત્સવ તેમજ નવરાત્રી મહોત્સવના કામે નેગોશીયેશન મીટીંગ તા.૧૫/૦૯/૨૦૨૫ (સોમવાર)નાં રોજ સમય:- ૧૬ : ૦૦ કલાકે નાયબ કલેક્ટર કચેરી, વેરાવળ ખાતે રાખવામાં આવી છે. નેગોશીયેશન મીટીંગના દિવસે અરજકર્તાઓની હાજરીમાં રજુ થયેલ બંધ કવરો ખોલવામાં આવશે. જેથી અરજકર્તાઓએ તેમના ઓળખ કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે. સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈ માંગણીદારોને જમીન ભાડાપટ્ટે આપવી કે નહી? તેનો આખરી નિર્ણય કરવાનો અધિકાર નાયબ કલેકટર કચેરીનો અબાધીત રહેશે. એમ નાયબ કલેક્ટર કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ