જૂનાગઢ જિલ્લાની જમીનમાં માં પોટાશ, સલ્ફર અને કોપરનું પ્રમાણ વધુ તથા ફોસ્ફરસ અને બોરોનનું પ્રમાણ મધ્યમ જોવા મળ્યુ
જૂનાગઢ 10 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની ખેતીની જમીનની ફળદ્રૂપતા અને પોષક તત્વોની સ્થિતિ જાણવા માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં ૧૪,૭૧૩ નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. આ નમૂનાઓમાં ખરીફ વાવેતર દરમિયાન ૩૧,૨૧૭ અને રવિ પાક દરમિયાન ૩,૫૦૧ નમૂનાઓ લે
જૂનાગઢ જિલ્લાની જમીનમાં માં પોટાશ, સલ્ફર અને કોપરનું પ્રમાણ વધુ તથા ફોસ્ફરસ અને બોરોનનું પ્રમાણ મધ્યમ જોવા મળ્યુ


જૂનાગઢ 10 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની ખેતીની જમીનની ફળદ્રૂપતા અને પોષક તત્વોની સ્થિતિ જાણવા માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં ૧૪,૭૧૩ નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. આ નમૂનાઓમાં ખરીફ વાવેતર દરમિયાન ૩૧,૨૧૭ અને રવિ પાક દરમિયાન ૩,૫૦૧ નમૂનાઓ લેવાયા હતા. આ પૃથ્થકરણમાંથી જાણવા મળ્યું છે કે જૂનાગઢ જિલ્લાની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ઝિંક, મેંગેનીઝ અને આયર્નનું પ્રમાણ ઓછું છે. જ્યારે પોટાશ, સલ્ફર અને કોપરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, અને ફોસ્ફરસ તથા બોરોનનું પ્રમાણ મધ્યમ સ્તરે છે.

આ પરિસ્થિતિને સુધારવા અને જમીનની ફળદ્રૂપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જરૂરી છે. આ ઉપરાંત, જમીનમાં ઘટતા પોષક તત્વોની પૂર્તિ માટે નિયમિત પ્રયોગો કરવા જરૂરી છે. આ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં એકાદ-બે વખતના પ્રયોગથી પરિણામ મળે નહીં.

જમીનની ઉણપ દૂર કરવા શું કરવું?

જૂનાગઢ જિલ્લાની ખેતીની જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરવા અને તેની ફળદ્રૂપતા વધારવા માટે ખેડૂતોએ નિયમિત જમીન ચકાસણી કરાવવી જરૂરી છે. જમીનના પૃથ્થકરણના પરિણામોના આધારે નીચેના પગલાં લઈ શકાય છે. જો જમીનમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય તો પ્રતિ હેક્ટર ૫૦ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ, અને મધ્યમ હોય તો ૧૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ ઉમેરવું. મેંગેનીઝની ઉણપ હોય તો પ્રતિ હેક્ટર ૪૦ કિ.ગ્રા. મેંગેનીઝ સલ્ફેટ, અને મધ્યમ હોય તો ૧૨ કિ.ગ્રા. મેંગેનીઝ સલ્ફેટનો ઉપયોગ કરવો. ઝિંકનું પ્રમાણ ઓછું હોય તો પ્રતિ હેક્ટર ૨૫ કિ.ગ્રા. ઝિંક સલ્ફેટ, અને મધ્યમ હોય તો ૮ કિ.ગ્રા. ઝિંક સલ્ફેટ ઉમેરવું. કોપરની ઉણપના કિસ્સામાં પ્રતિ હેક્ટર ૨૦ કિ.ગ્રા. કોપર સલ્ફેટ, અને મધ્યમ સ્તરે ૬ કિ.ગ્રા. કોપર સલ્ફેટ જમીનમાં ઉમેરવું. બોરોનનું પ્રમાણ ઓછું હોય તો પ્રતિ હેક્ટર ૧૦ કિ.ગ્રા. બોરેક્સ, અને મધ્યમ હોય તો ૩ કિ.ગ્રા. બોરેક્સનો ઉપયોગ કરવો. સલ્ફરની ઉણપ હોય તો પ્રતિ હેક્ટર ૨૦ કિ.ગ્રા. ગંધકયુક્ત ખાતર, અને મધ્યમ હોય તો ૧૦ કિ.ગ્રા. ગંધકયુક્ત ખાતર ઉમેરવું. આ ઉપરાંત, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ પાકની જરૂરિયાત અને જમીનના પરિણામોને આધારે કરવો જોઈએ. નૈસર્ગિક અને ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ વધારીને અને નિયમિત પ્રયોગો દ્વારા જમીનની ફળદ્રૂપતા જાળવી શકાય છે.

આ ઉપરાંત, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ પાકની જરૂરિયાત અને જમીનની ચકાસણીના પરિણામોને આધારે કરવો જોઈએ. ખેડૂતોને જમીનની ફળદ્રૂપતા જાળવવા અને ઉત્પાદન વધારવા માટે પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાની અપીલ મદદનીશ ખેતી નિયામક બી.વી. જીવાણી અને ખેતી અધિકારીશ્રી એન.એમ. મારકણાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande