અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ
અમરેલી , 10 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક માનનીય જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત કૃષિ વિભાગ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના અધિક
અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ


અમરેલી , 10 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક માનનીય જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત કૃષિ વિભાગ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી. ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહિત કરવા માટે કયા પગલાં લેવાયા છે, તેની ચર્ચા સાથે આગામી સમયમાં વધુ ખેડૂતોને આ જોડાણમાં કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી.

કલેક્ટરએ અધિકારીઓને સૂચના આપી કે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ખેડૂતોને તાલીમ, પ્રદર્શન પ્લોટ તથા સફળ ખેડૂતના અનુભવોનો પ્રચાર વધુ પ્રમાણમાં કરવામાં આવે. સાથે જ પરંપરાગત ખાતર, જીવામૃત, બીજામૃત જેવી પદ્ધતિઓના ફાયદા અંગે જાગૃતિ લાવવી જરૂરી હોવાનું જણાવ્યું. જિલ્લા વિકાસ અધિકારીએ પણ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને સ્વસ્થ પાક મળે છે, જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે લાભકારી છે.

આ બેઠક દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande