અમરેલી તાલુકા પોલીસ દ્વારા SPC કેડેટસને ગ્રામપંચાયતની મુલાકાત
અમરેલી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી તાલુકા પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કાર્યક્રમ હેઠળ કેડેટ વિદ્યાર્થીઓને ગામની લોકતંત્ર પ્રણાલી અંગે માહિતગાર કરવા માટે વિશેષ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન કેડેટ્સને નજીકની ગ્રામપંચાયત કચેરીએ લઈ જવામાં
અમરેલી તાલુકા પોલીસ દ્વારા SPC કેડેટસને ગ્રામપંચાયતની મુલાકાત


અમરેલી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી તાલુકા પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કાર્યક્રમ હેઠળ કેડેટ વિદ્યાર્થીઓને ગામની લોકતંત્ર પ્રણાલી અંગે માહિતગાર કરવા માટે વિશેષ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન કેડેટ્સને નજીકની ગ્રામપંચાયત કચેરીએ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગ્રામપંચાયતના કાર્યો, નીતિઓ અને ગામના વિકાસ માટે લેવાતા નિર્ણયો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.

ગ્રામપંચાયતના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે ગ્રામજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી, પ્રકાશ, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. સાથે સાથે આવક-જાવકનો હિસાબ, સરકારી યોજનાઓના અમલીકરણ અને ગામના બજેટ અંગે પણ સમજણ આપવામાં આવી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે SPC કેડેટસને આ પ્રકારની પ્રાયોગિક મુલાકાત કરાવવાનો હેતુ એ છે કે તેઓ માત્ર કાનૂની જ્ઞાન જ નહીં પરંતુ સ્થાનિક શાસન અને સામાજિક જવાબદારીઓ વિશે પણ જાણે. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રણાલી પ્રત્યે વિશ્વાસ વધશે અને તેઓ જવાબદાર નાગરિક તરીકે વિકાસમાં પોતાનો ફાળો આપી શકશે. આ કાર્યક્રમને કારણે કેડેટ્સમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ગ્રામપંચાયતના કાર્ય અંગે પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande