અમદાવાદ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે ત્રણ દિવસીય તૃતીય સોપાન તાલીમ શિબિર (સ્કાઉટ કાર્યક્રમ)નું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ દિવસ:
શિબિરના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સ્કાઉટ યુનિફોર્મ, સ્કાઉટ ચળવળનો ઇતિહાસ અને હેતુઓ, સ્કાઉટ પ્રતિજ્ઞા, નિયમો, પ્રતીક, સલામી, સૂત્રવાક્ય, રાષ્ટ્રીય ધ્વજ, સ્કાઉટ ધ્વજ તેમજ ગ્રુપ અને પેટ્રોલ સિસ્ટમ અંગે માહિતી આપવામાં આવી.
બીજો દિવસ:
બીજા દિવસની શરૂઆત સવારે બી.પી. સિક્સ કસરતો સાથે થઈ. ત્યારબાદ ફ્લેગ બ્રેક, પ્રાર્થના, નોટિંગ, લેશિંગ, પ્રાથમિક સારવાર, કંપાસનો ઉપયોગ, અંદાજ, કેમ્પ ક્રાફ્ટ, પ્રોફિશિઅન્સી બેજ, ફાઇલ નિરીક્ષણ અને ફાયર મેપ રીડિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. દિવસનો અંત એક આનંદમય કેમ્પ ફાયર અને આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થયો.
આ અવસરે જિલ્લા કમિશનર લક્ષ્મણકુમાર લક્ષ્કરએ શિબિરની મુલાકાત લીધી અને તૃતીય સોપાન સ્કાઉટ તાલીમ શિબિરનું નિરીક્ષણ કર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ