પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,મારા મત વિસ્તારમાં આવતા રાણાવાવ તાલુકામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે અને ટેકાના ભાવનું ખરીદી કેન્દ્ર ના હોવાથી ખેડુતોને પોરબંદર સેન્ટર લઈ જવી પડે છે,જે 30 થી 40 કિલોમીટર દુર થાય છે જેનો ખેડુતોને ટ્રાન્સપોર્ટ ખર્ચો ભોગવો પડે છે અને ખેડુતોને ઘણી મુશ્કેલી પણ પડે છે તો ખેડુતોની સુખાકારી માટે રાણાવાવ તાલુકાના ટેકાના ભાવનું મગફળી ખરીદ કેન્દ્ર ફાળવવા મારી ભલામણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya