જૂના અને નવા સરફુદ્દીન ગામના લોકોએ, પડતર પ્રશ્નોને લઈ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું
ભાડભુત બેરેજ યોજનાથી નર્મદા નદીમાં જુના સરફુદ્દીન ગામ ડૂબાણમા જતા ખસેડવામાં આવ્યા મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા 39 મકાનોનું જાહેરનામું આપ્યુ હતું જુના ગામમા ગૌચરણ છે એટલું ગૌ ચરણ અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવા માંગ સરફુદ્દીનના લોકોનો મુખ
જૂના અને નવા સરફુદ્દીન ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું


જૂના અને નવા સરફુદ્દીન ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું


જૂના અને નવા સરફુદ્દીન ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું


જૂના અને નવા સરફુદ્દીન ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું


જૂના અને નવા સરફુદ્દીન ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું


ભાડભુત બેરેજ યોજનાથી નર્મદા નદીમાં જુના સરફુદ્દીન ગામ ડૂબાણમા જતા ખસેડવામાં આવ્યા

મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા 39 મકાનોનું જાહેરનામું આપ્યુ હતું

જુના ગામમા ગૌચરણ છે એટલું ગૌ ચરણ અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવા માંગ

સરફુદ્દીનના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને નર્મદા નદીમાંથી માછીમારીનો છે

ભરૂચ 11 સપ્ટેમ્બર (હિ.સ.)

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ જરૂરિયાતોને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વરના જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ભાડભુત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણમાં જતા જુના સરફુદ્દીનની ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમા આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા 39 મકાનોનું જાહેરનામું આપ્યુ છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે.આ આ ઉપરાંત જુના ગામમા ગૌચરણ છે એટલું ગૌ ચરણ નવી વસાહતમા ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી છે.જમીનના બદલામાં જમીન આપવી 73 એએ ની તેમના વડવાઓએ મહેસૂલ ભરેલ છે.સરફુદ્દીનના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને નર્મદા નદીમાંથી માછીમારીનો છે તે વ્યવસાયની વ્યવસ્થા કરી આપવી.નવા ગામમાં 2002 થી એકપણ આવાસ ફાળવવામાં આવ્યા નથી જેથી તેમને વસ્તી વધતા રહેવાની તકલીફ પડે છે જેવી ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી હોવાથી આ આવેદન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande