માનસિક સુખાકારીની કલા ,માર્ગદર્શન, સંભાળ અને મેન્ટોરિંગ કાર્યક્રમ વાલિયા કોલેજમાં યોજાયો
શ્રોતાઓ માનસિક સુખાકારીના મૂલ્ય અંગે જાગૃત અને સમૃદ્ધ બન્યા હતા વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર 14416 અને 112 વિષે માહિતગાર કરવામાં આવ્યા પરીક્ષાના દબાણને કારણે થતી માનસિક તાણ અંગે સંવેદનશીલતાથી વિચારો રજૂ કરાયા ભરૂચ 11 સપ્ટેમ્બર (હિ
માનસિક સુખાકારીની કલા ,માર્ગદર્શન, સંભાળ અને મેન્ટોરિંગ કાર્યક્રમ વાલિયા કોલેજમાં યોજાયો


માનસિક સુખાકારીની કલા ,માર્ગદર્શન, સંભાળ અને મેન્ટોરિંગ કાર્યક્રમ વાલિયા કોલેજમાં યોજાયો


શ્રોતાઓ માનસિક સુખાકારીના મૂલ્ય અંગે જાગૃત અને સમૃદ્ધ બન્યા હતા

વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર 14416 અને 112 વિષે માહિતગાર કરવામાં આવ્યા

પરીક્ષાના દબાણને કારણે થતી માનસિક તાણ અંગે સંવેદનશીલતાથી વિચારો રજૂ કરાયા

ભરૂચ 11 સપ્ટેમ્બર (હિ.સ.) વિશ્વ માનસિક આરોગ્ય દિવસના અવસર પર શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ વાલિયા દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . “માનસિક સુખાકારીની કલા – માર્ગદર્શન, સંભાળ અને મેન્ટોરિંગ” માર્ગદર્શન આસિસ્ટન્ટ પ્રોફેસર સોનલ એન. ઘરિયા દ્વારા આપવામાં આવ્યું હતું.તેમણે સ્પષ્ટતા અને વક્તૃત્વ કૌશલ્ય સાથે માનસિક આરોગ્ય સંબંધિત પડકારોના કારણો, તેની રોકથામના ઉપાયો તથા સકારાત્મક વિચારોની સ્થાયી શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. ખ્યાતનામ વિદ્વાનો અને સાહિત્યકારોના વિચારોને આધાર બનાવી તેમણે પોતાના પ્રવચનને મન અને આત્મા વચ્ચેનો જીવંત સંવાદ બનાવી દીધો હતો જેના પરિણામે શ્રોતાઓ માનસિક સુખાકારીના મૂલ્ય અંગે જાગૃત અને સમૃદ્ધ બન્યા હતા.

સેવાભાવના ભાવથી વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર 14416 અને 112 વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા જે યાદ અપાવે છે કે સહાય હંમેશાં નજીક જ ઉપલબ્ધ છે જેનો સમયે લાભ લેવો જોઈએ.

કાર્યક્રમનું સંચાલન નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) ના નોડલ ઓફિસર ડૉ. નિયતિ બી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ થયું હતું.આ પ્રસંગે સંસ્થાના સચિવ ડૉ. વનરાજસિંહજી મહીડાએ સૌને સંબોધન આપ્યું અને અર્થપૂર્ણ જીવન માટે માનસિક આરોગ્યનું સંવર્ધન કેટલું આવશ્યક છે તે બાબતે પ્રેરક સંદેશ આપ્યો હતો.

આસિસ્ટન્ટ પ્રોફેસર પારૂલ એન રાણાએ પણ માર્ગદર્શન આપતા તેમણે પરીક્ષાના દબાણને કારણે થતી માનસિક તાણ અંગે સંવેદનશીલતાથી વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓને શાંતિ અને સહનશીલતાને પોતાના શૈક્ષણિક પ્રવાસના સાથીદારો બનાવવાનો સંદેશ આપ્યો હતો. 1992 થી વર્લ્ડ ફેડરેશન ફૉર મેન્ટલ હેલ્થ (WFMH) દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસ મનાવવામાં આવે છે જેનો હેતુ માનસિક આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાનો અને વૈશ્વિક જનજાગૃતિ લાવવાનો રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande