ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ જયંતિ રવિની અધ્યક્ષતામાં યોજાયો દીક્ષાંત સમારોહ
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ જયંતિ રવિની અધ્યક્ષતામાં ડિગ્રી અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન, એક્સેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્ટ અને ફેશન
નિફ્ટ, ગાંધીનગર


નિફ્ટ, ગાંધીનગર


નિફ્ટ, ગાંધીનગર


નિફ્ટ ગાંધીનગર


ગાંધીનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ જયંતિ રવિની અધ્યક્ષતામાં ડિગ્રી અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.

જેમાં ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન, એક્સેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્ટ અને ફેશન ટેકનોલોજી અને માસ્ટર ઓફ ડિઝાઇનના કુલ 241 વિદ્યાર્થીઓએ સ્નાતક થતાં ,કુલ 173 વિદ્યાર્થીઓને તેમની સ્નાતકની ડિગ્રી અને 68 વિદ્યાર્થીઓને તેમની માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

એ.સી.એસ. ડૉ. જયંતિ એસ. રવિએ NIFT ગાંધીનગરના દીક્ષાંત સમારોહ અંતર્ગત પ્રાસંગિક કરતાં જણાવ્યું હતું કે, આ સમારોહ એક અંત નથી પણ નવા અધ્યાયની શરૂઆત છે. જ્યાં વિદ્યાર્થીઓની કુશળતા અને દ્રષ્ટિ તેમના જીવન, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને આકાર આપશે. તેમણે માતાપિતા અને ફેકલ્ટીના સભ્યોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે,આજે ગર્વ સાથે પદવી મેળવી રહેલા સ્નાતકોને ઉછેરવા અને માર્ગદર્શન આપવા બદલ આપ પણ અભિનંદનને પાત્ર છો. તેમણે થોડા સમય પહેલા લીધેલ ગ્રેજ્યુએશન પ્રદર્શનોની મુલાકાત અંગેની યાદ સાથે ઉમેર્યું હતું કે, આ પ્રદર્શનમાં તેમણે વિદ્યાર્થીઓના કાર્ય પાછળની સર્જનાત્મકતા અને વાર્તાઓથી ખૂબ પ્રભાવિત થય હતા.જેમાં આદિવાસી પરંપરાઓથી પ્રેરિત ઘરેણાંથી લઈને મુંબઈની ટ્રેનો પર આધારિત બાટિક ડિઝાઇનનો પણ તેમણે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ વાર્તાઓ અને અનુભવો ખરેખર જીવનને ટકાવી રાખે છે અને સમૃદ્ધ બનાવે છે.

વધુમાં તેમણે ગુરબાની, ગુરુ ગોવિંદ સિંહજી અને ઉપનિષદોના ઉદાહરણ દ્વારા જણાવ્યુઅં હતું કે, દરેકે સત્ય, ધર્મ, જિજ્ઞાસા અને જીવનભર કંઈક નવું શીખવા તત્પર રહેવું જોઈએડૉં. રવિએ કહ્યું કે વાસ્તવિક સંપત્તિ ભૌતિક સફળતા, સર્વાંગી વિકાસ, સહાનુભૂતિ અને કૃતજ્ઞતામાં રહેલી છે.

ઉપરાંત તેમણે ભારત દર્શન દરમિયાન ટ્રેનની મુસાફરીથી લઈને સ્વચ્છ ભારત સાથેના તેમના કાર્ય સુધીના અંગત અનુભવો શેર કર્યા, જેમાં ભાર મૂક્યો કે દરેક પરિસ્થિતિમાં - સૌથી અણધારી જગ્યાએ પણ - કેવી રીતે પાઠ મળી શકે છે. જિજ્ઞાસા અને શ્રેષ્ઠતા ક્યારેય ગુમાવવી જોઈએ નહીં, અને શિક્ષણે સર્જનાત્મકતાને બળ આપવું જોઈએ, મારી નાખવી જોઈએ નહીં.આ સાથે પ્રમાણિકતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.તેમ પણ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,ઓરોવિલે ખાતેના તેમના કાર્ય વિશે વાત કરી, સ્વામી વિવેકાનંદના R-A-M-A સિદ્ધાંત પર પણ તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે,કેવી રીતે યથાસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવવાથી અસ્વીકાર, ગુસ્સો, નરમાઈ અને સ્વીકૃતિ થાય છે.સફળતા ફક્ત પગાર કે પુરસ્કારોમાં જ નથી મપાતી પરંતુ વ્યક્તિ જે હેતુથી યોગદાન આપે છે, તેનાથી મપાય છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક બનવાથી યોગદાન આપનારા બનવા અને હિંમત, કરુણા અને સર્જનાત્મકતા સાથે પોતાની કારકિર્દીને કાપડની જેમ ગૂંથવા વિનંતી કરી. ભારત સ્વતંત્રતાના 100મા વર્ષ તરફ આગળ વધી રહ્યું છે, ડિઝાઇન ફક્ત જીવનને શણગારવાજ નહીં પરંતુ જીવનમાં પરિવર્તન લાવવા પણ ઉપયોગી બને, ફક્ત બાહ્ય ચમક જ નહીં પરંતુ આંતરિક ચમક પણ ફેલાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ અવસરે શાબ્દિક સ્વાગત કરતા કેમ્પસ ડિરેક્ટર, NIFT ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, ભારત એક એવુ રાષ્ટ્ર છે જે ગર્વથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, અને ટૂંક સમયમાં ત્રીજું સ્થાન પણ મેળવી લેશે.

તેમણે આ યાત્રામાં કાપડ અને ફેશન ક્ષેત્રની ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, 3 લાખ કરોડની નિકાસ સાથે, પ્રધાનમંત્રીએ 2030 સુધીમાં 9 લાખ કરોડનું લક્ષ્ય રાખ્યું છે,આ હાંસલ કરવાથી ઉદ્યોગનો વ્યાપ ત્રણ ગણો થશે, વિશાળ તકોનું સર્જન થશે. કાપડ, ભારતનો બીજો સૌથી મોટો રોજગારદાતા હોવાથી, રાષ્ટ્ર નિર્માણમાં મોટી જવાબદારી નિભાવે છે. ભારત એક સમયે વિશ્વના કાપડ વેપારના 40% પર નિયંત્રણ રાખતું હતું પરંતુ હવે તે ઘટીને માત્ર 4% થઈ ગયું છે. આ ખોવાયેલી ગૌરવને પુનઃસ્થાપિત કરવાની અને ભારતને ફરીથી વિશ્વનું કાપડ પાવરહાઉસ બનાવવા તેમણે કહ્યું હતું કે, આ માટે સખત મહેનત, શિસ્ત,સ્થિતિસ્થાપકતા અને શૂન્ય વિલંબની જરૂર પડશે.જેના માં વિલંબ કર્યા વિના તકોનો લાભ લેવા અને સફળ થાય ત્યાં સુધી ક્યારેય ન અટકવા અનુરોધ પણ કર્યો હતો. આ અંગે વિધાર્થીઓને ઉલ્લેખી તેમણે ઉમેર્યું હતું કે, તમારી વ્યક્તિગત સિદ્ધિઓ પણ સમાજ અને રાષ્ટ્રની સફળતામાં ફાળો આપશે.

તેમણે પ્રધાનમંત્રીના મંત્ર દામ કામ, દમ જ્યાદા - ખર્ચ ઘટાડો અને મૂલ્ય વધારો - નો પણ આ તકે ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને આ મિશનને સ્વીકારવા અને ઉદ્યોગમાં આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ દીક્ષાંત સમારોહ પછી ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ટેક્સટાઇલ અને ક્રાફ્ટ ડિઝાઇન પ્રોજેક્ટ્સ પર એક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ ડૉ જયંતિ એસ. રવિ, અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સાથે નૂપુર આનંદ, ડીન (શૈક્ષણિક); સિંજુ મનાજન, NIFT દિલ્હી, વડા (AA), વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો તથા વાલિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande