પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)10 સપ્ટેમ્બર 2025 ને વિશ્વ આત્મહત્યા નિવારણા દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લાની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ના NMHP વિભાગના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તથા સોશિયલ વર્કર દ્વારા, રાણાવાવ સરકારી વિનયન કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણા પર એક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું જેમાં ત્યાંના ડૉ.પ્રો.મયુર ભમ્મર ડૉ.પ્રો.નીતિન મકવાણા તથા અન્ય સ્ટાફ ગણ નો ખૂબ સહયોગ રહ્યો હતો અને વિધાર્થીઓને આત્મહત્યા નિવારણ વિશે માહિતી અપાઈ હતી તથા ટેલી માનસ વિશે માહિતગાર કરાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya