પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંગે, કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ તારીખ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે અને તેઓની દૂરંદેશી આગેવાનીમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ શાસનના અભિગમથી વિકાસ યાત્રા
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંગે કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંગે કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંગે કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ તારીખ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે અને તેઓની દૂરંદેશી આગેવાનીમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ શાસનના અભિગમથી વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેલ છે. તેમજ વર્ષ 2001 થી 2024નો -આ 23 વર્ષનો સમય ગુજરાતના વિકાસનો સંક્રાંતિકાળ રહ્યો છે.

જે અંતગર્ત લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે 2024ના વર્ષથી સમગ્ર રાજ્યમાં દર વર્ષે 7 થી 15 ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જે અંતગર્ત તા.7 થી 15 ઓક્ટોબર દરમિયાન પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે આ “વિકાસ સપ્તાહ” ની ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ,પોરબંદર ખાતે આયોજનની બેઠક યોજાઈ હતી.

કલેક્ટરએ વિકાસ સપ્તાહની ઉજવણીનો બેઠકમાં સપ્તાહમાં દરમિયાન યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ ઉત્સાહ પૂર્વક સહભાગી થાય અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સપ્તાહની ઉજવણી દરમિયાન, થિમેટિક દિવસો, ભારત વિકાસ પ્રતિજ્ઞા, વિકાસ પદયાત્રા, લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સોશિયલ અને ડિજીટલ મીડિયા ઝુંબેશ, યુવા વર્ગની સહભાગિતા- શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા, શાળામાં પ્રવચનો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, પ્રાકૃતિક ખેતી, ભીંત ચિત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા વધે તેવા કાર્યક્રમ, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સ્પો, શાળામાં પ્રવચન અને ક્વિઝનું આયોજન સહિતના કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, , અધિક નિવાસી કલેકટર જે બી વદર, નાયબ કલેક્ટર એન બી રાજપૂત, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશિષ્ટ યોગદાનમાંથી પ્રેરણા મળી રહે, ગુજરાતની વિકાસયાત્રા વણથંભી ચાલુ રહે અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રોત્સાહન પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્યથી લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે 2024ના વર્ષથી સમગ્ર રાજ્યમાં દર વર્ષે 7 થી 15 ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું નિયત કરાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande