પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના બખરલા ગામે પાણીના ખાડામાં ડુબી જવાથી પરપ્રાંતિય યુવાનનુ મોત થયુ હતુ આ બનાવને લઇ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી મુળ મધ્યપ્રદેશના દોગાવા ગામનો હાલ બખરલા ગામે ખેડુતની વાડીમા ખેત મજુરી કરતો શાંતિલાલ વેરસિંહ બામણીયા નામનો યુવાન પાણી ભરેલા ખાડામાં નાહવા માટે ગયો હતો તે દરમ્યાન તેમનુ મોત નિપજયુ હતુ આ બનાને લઇ ભારે ગમગીની છવાય ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya